માળીયાના જુના ઘાટીલા ગામેથી પિસ્તોલ સાથે એક ઝડપાયો 

માળીયા (મી): માળિયા તાલુકાના જુના ઘાટીલા ગામની સીમમાં આરોપીના ખેતરના શેઢે બાવળની કાંટમાથી જામગરી પિસ્તોલ સાથે એક ઈસમને માળીયા (મી) પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ માળીયા (મી) પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન માળિયા તાલુકાના જુના ઘાટીલા ગામની સીમમાં આરોપી સુખદેવભાઈ દેવશીભાઇ ઉપસરીયાના ખેતરના શેઢે બાવળની કાંટમાથી દેશી બનાવટની જામગરી (હથિયાર) નંગ -૦૧ કિં રૂ. ૨૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી સુખદેવભાઈ દેવશીભાઇ ઉપસરીયા (ઉ.વ.૨૭) રહે. જુના ઘાટીલા ગામ તા. માળીયા (મી) વાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમ -૨૫(૧બી)(એ) તથા જીપી એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img