મોરબીમાં રાધે ક્રિષ્નાના મંદિર પર પથ્થર મારો કરનાર વિધર્મીની ધરપકડ કરાઈ
મોરબી: મોરબીના વાઘપરા વિસ્તારમાં આવેલ રાધે ક્રિષ્ના મંદિરમાં જ્યારે આરતી ચાલું હતી તે દરમ્યાન એક વિધર્મીએ મંદિરના દરવાજા ઉપર છુટા પથ્થરો માર્યા હતા.હ જેથી હિન્દુ સમાજની લાગણી દુભાય હતી. તેમજ આરતી દરમિયાન કેટલાક લોકોને પથ્થર વાગ્યા હતા. જેથી આરોપીને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના વાઘપરા મેઈનરોડ રાધાકૃષ્ણ મંદિર સામે રહેતા ધર્મેન્દ્રભાઇ નટવરલાલ અગ્રવાત (ઉ.વ.૪૯) એ આરોપી મોસીન મામદ કુરેશી રહે. મોરબી કબીર ટેકરી મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૭-૧૦-૨૦૨૩ ના રોજ આરોપીએ ફરીયાદી તથા સાથીઓ મંદીરમા આરતી કરતા હોય તે દરમ્યાન પથ્થર હાથમા લઇ આવી તેને સાહેદ એ અહી કેમ ઉભો છો તેમ કહેતા આરોપી એકદમ ઉશકેરાય જઇ અને ફરીયાદી તથા સાથીને જેમફાવે તેમ જાહેરમા ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી બીજાની જીંદગી જોખમાય તે રીતે મંદીરના દરવાજા ઉપર છુટા પથ્થ્થરના ઘા કરી મંદીરના દરવાજાને નુકસાન કરી તેમજ વિનુભાઇ કંજારીયાને પથ્થરનો ઘા કરી શરીરે મુંઢ ઈજા કરી હતી. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર ધર્મેન્દ્રભાઇએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી મોસીન મામદ કુરેશીની ધરપકડ કરી આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૨૯૫,૩૨૩,૩૩૬, ૩૩૭,૪૨૭, ૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.