Friday, May 16, 2025

મોરબીમાં હોટલ રજીસ્ટરમા ખોટી આઈડી પ્રૂફનો ઉપયોગ કરનાર બે શખ્સો વિરુદ્ધ ફરીયાદ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી શહેર રોડ ઉપર આવેલ જે. કે. તથા શનાળા રોડ ઉપર આવેલ મહેશ હોટલમાં રજીસ્ટરમા પોતાની ઓળખ છુપાવવા બે શખ્સોએ મળિ પોતાનું નામ છુપાવવા બીજી વ્યક્તિના આઇડી પ્રૂફ તરીકે બીજાના આધારકાર્ડનો ઉપયોગ કરી નકલી સાઈન કરી હતી. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મુળ રાજકોટના સરધાળ ગામના રહેવાસી અને હાલ અમદાવાદ ના ઘાટલોડિયા રહેતા આરોપી જીનેન્દ્ર ભરતભાઈ શાહ ઉ.વ.૨૫વાળાએ તથા આરોપી વિજયસિંહ રાજપૂતે એકબીજા સાથે મેળાપીપણુ કરી પૂર્વ આયોજીત ગુનાહિત કાવતરૂ કરી, આરોપી જીનેન્દ્ર ભરતભાઈએ પોતાની ઓળખ છુપાવવા અને ગુનો છુપાવવા સારૂ, પોતાના બદલે નિલેશ નારણભાઇ પોશીયા રહે. જુનાગઢ વાળાના નામનું આધારકાર્ડ રજુ કરી પોતે જ નિલેશ નારણભાઇ પોશીયા હોવાની ખોટી ઓળખ આપી હોટલોના રજીસ્ટ્રરમાં નિલેશ નારણભાઇ પોશીયાના નામની અંગ્રેજીમાં સહી કરી આઇડી પ્રુફ પોતાના નામનું નહી હોવા છતાં પોતાની ઓળખ છુપાવવા તેનો ખરા તરીકે ઉપયોગ કરી મોરબી શહેર જેલ રોડ, ઉપર આવેલ હોટલ જે.કે. તથા શનાળારોડ ઉપર આવેલ હોટલ મહેશ ખાતે રોકાણ આશરો મેળવવા સારૂ આરોપી વિજયસિંહ રાજપૂતે નિલેશ નારણભાઇ પોશીયાના નામના આઇડીપ્રુફની વ્યવસ્થા કરી આપી, આરોપી જીનેન્દ્ર ભરતભાઈએ હોટલના રજીસ્ટ્રરોમાં ખોટા ડોકયુમેન્ટનો ઉપયોગ કરી, ખોટી સહીઓ કરી રોકાણ કર્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ -૨૧૨,૪૧૯,૪૬૫, ૪૬૭, ૪૬૮,૪૭૧, ૧૨૦બી ,૩૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર