મોરબીમાં કોસ્મો સિરામીક સામે રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમી ઝડપાયા
મોરબી: મોરબીના સામે કાંઠે આવેલ કોસ્મો સિરામીક સામે ખોડીયાર પારની પાસે તરફ જતા રસ્તા પર રોડ કાંઠે તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામે કાંઠે આવેલ કોસ્મો સિરામીક સામે ખોડીયાર પારની પાસે તરફ જતા રસ્તા પર રોડ કાંઠે તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો પ્રકાશભાઈ વીનોદભાઈ દેલવાણીયા રહે.વીસીપરા કુલીનગર-૧ મોરબી, અનીલભાઈ અજયભાઈ મંદરીયા રહે. વીસીપરા ખાદીભંડાર પાસે મોરબી, ધનશ્યામભાઈ ભગાભાઈ હળવદીયા રહે.ઈંન્દીરાનગર ખોડીયાર મંદીર પાસે મોરબી-૨, સાગરભાઈ રમેશભાઈ હળવદીયા રહે.ઈંન્દીરાનગર ખોડીયાર મંદીર પાસે મોરબી-૨વાળાને રોકડ રકમ રૂ.૫૧૫૦ નાં મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.