મોરબીમાંથી ઈંગ્લીશ દારૂની 25 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબીના સામા કાંઠે અરીહંત નગરમાં રૂષીકેશ વિદ્યાલયની બાજુમાંથી ઈંગ્લીશ દારૂની ૨૫ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે અરીહંત નગરમાં રૂષીકેશ વિદ્યાલયની બાજુમાં રહેતા આરોપી પિયુષભાઈ ઉર્ફે ખારો બાબુભાઈ ઉ.વ.૪૨વાળાએ પોતાના કબ્જામાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૫ કિં રૂ. ૨૫૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.