મોરબીમાંથી ઈંગ્લીશ દારૂની 96 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબીના વાવડી રોડ ખાતેથી ઈંગ્લીશ દારૂની ૯૬ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક ઈસમ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મોરબી સીટી બી ડીવી. પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ખાનગી બાતમીના આધારે વાવડી રોડ મોરબી ખાતેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની કુલ બોટલો નંગ-૯૬ કિ.રૂ.૧,૨૬,૬૯૦/- ના મુદ્દામાલ સાથે આરોપી અંકીતભાઇ અરૂણભાઇ રાઠોડ જ ઉ.વ.૩૩ રહે હાલ. શ્રધ્ધા પાર્ક શેરી નં. ૪ વીશીપરા મોરબી મુળ રહે. સોમૈયા સોસા. મનીષ વિધ્યાલય વાળી શેરી મોરબીવાળાને રેઇડ દરમ્યાન ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે પકડી પાડી તથા આરોપી જમારામ ઉર્ફે જગમાલ ઉર્ફે જગદીશ જેઠારામ પ્રજાપતિ રહે- તેજીયાવાસ પો.સ્ટ. ડબોઇ થાણુ તા. ગુડામાલાણી જી. બારમેર રાજસ્થાનવાળો હાજર નહી મળી આવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. તેમજ આરોપીજમારામ ઉર્ફે જગમાલ ઉર્ફે જગદીશ જેઠારામ પ્રજાપતિ મોરબી તાલુકા પો.સ્ટે. સી પાર્ટ પ્રોહી કલમ -૬૫ એ ઇ, ૧૧૬બી, ૮૧, ૯૮(૨) મુજબના ગુન્હામાં વોન્ટેડ હોવાનું જાણવા મળેલ છે.