મોરબીમાંથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબી શનાળા રોડ ચંદ્રેશનગર ગરબી ચોક પાસેથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી શનાળા રોડ ચંદ્રેશનગર ગરબી ચોક પાસે આરોપી ભાવેશભાઈ લાલજીભાઇ કોરીંગા (ઉ.વ.૩૨) રહે. શનાળા રોડ ચંદ્રેશનગર ગરબી ચોક પાસે મોરબીવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૨ કિં રૂ. ૨૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.