Saturday, July 27, 2024

મોરબીમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો:આરોપીઓ છું મંતર..

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી લાતી પ્લોટ શેરી નં -૦૮ ગેસના ગોડાઉન પાસેથી ઈંગ્લીશ દારૂની ૭૭ બોટલો મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી છે. જ્યારે પાંચ આરોપીઓ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી લાતી પ્લોટ શેરી નં -૦૮ ગેસના ગોડાઉન પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૭૭ કિં રૂ. ૨૯૪૭૫ ના મુદામાલની આરોપી (૧) બુલેટ મો.સા રજી નં.GJ-36-K-2712 વાળાની કિ રૂ ,૫૦૦૦૦/-તથા નં.(૨) એકટીવા મો.સા રજીસ્ટર નં.GJ-36 -AE-0897 વાળાની કિ રૂ ૨૫૦૦૦/-તથા નં.(૩) એક્સેસ મો.સા રજી નં.GJ-36- AD-4712 વાળાની કિ રૂ ૨૫૦૦૦/- તથા નં.(૪) એક્સેસ મો.સા રજી નં.GJ-36- AA-6346 વાળાની કિ રૂ ૨૫૦૦૦/- તથા નં.(૫) એક્સેસ મોટરસાયકલની કિ. રૂ. ૨૫૦૦૦/- મળી કુલ રૂ.૧,૭૯,૪૭૫/-નો મુદામાલ વેચાણ કરવા અર્થે પોતાના કબ્જામા રાખી રેઈડ દરમ્યાન નાસી જતા તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર