Saturday, July 27, 2024

હળવદના દેવીપુર ગામે યુવકને બે શખ્સોએ લોખંડના પાઇપ વડે ફટકાર્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ તાલુકાના દેવીપુર ગામના પાટીયા પાસે જમીન દલાલીના રૂપિયા યુવક પાસે માગતા યુવકે આપવાની ના પાડતાં બે શખ્સોએ યુવકને લોખંડના પાઇપ વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના દેવીપુર ગામે રહેતા મુકેશભાઈ ભગવાનભાઈ સિણોજીયા (ઉ.વ.૫૫) એ આરોપી કરશનભાઇ હરજીભાઈ પટેલ રહે. રણમલપુર ગામ તા. હળવદ તથા પંકજભાઈ ચીમનભાઈ ગોઠી રહે. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૬-૦૧-૨૦૨૪ ના રોજ આરોપીઓ પોતાના હવાલા વાળી સ્વફટ ગાડી રજીસ્ટર નં. GJ-36-AJ-6217 વાળીમાં બેસી ફરીયાદીના ગામ જવાના રસ્તે જઇ ફરીયાદીનેઆરોપી કરશનભાઇએ ફોન કરી બોલાવી જમીન દલાલીના પૈસાની માંગણી કરતા ફરીયાદીએ પૈસા આપવાની ના પાડતા આરોપી કરશનભાઇએ લોખંડના પાઇપથી ડાબા પગે તેમજ વાસાના ભાગમાં માર મારી ડાબા પગે ફેકચર કરી તેમજ આરોપી પંકજભાઈએ ફરીયાદીને જમણા પગ ઉપર તેમજ પેડુ તેમજ શરીર ઉપર ધોકો મારી મુંઢ ઇજા કરી તેમજ માંથાના ઉ૫રના ભાગે ધોકા વડે માર મારી ઇજા કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનનાર મુકેશભાઈએ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૫,૩૨૪, ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર