મોરબીમાંથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબીની ત્રાજપર ચોકડીથી મહારાણા સર્કલ જતા રોડ ઉપર એસ્સાર પંપ નજીકથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીની ત્રાજપર ચોકડીથી મહારાણા સર્કલ જતા રોડ ઉપર એસ્સાર પંપ નજીકથી આરોપી જયપ્રકાશ કાંતિલાલ ભઠર (ઉ.વ.૩૨) રહે. રામકૃષ્ણ નગર એલ -૯ કુળદેવી પાન પાસે મોરબીવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૨ કિં રૂ. ૧૭૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.