મોરબીમાંથી ચોરી થયેલ ત્રણ મોટરસાયકલ સાથે એક ઈસમને પોલીસે ઝડપી પાડયો
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન તથા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ કુલ -03 મોટરસાયકલ ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી સીટી એ-ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી શહેરમાં બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા સૂચના આપેલ હોય તે મુજબ સર્વેલન્સ સ્કડનો સ્ટાફ મોરબી મિલ્કત સબંધી બનાવો અટકાવવા પેટ્રોલીગમા હોય તે દરમ્યાન મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી. કેમેરા તેમજ હયુમન સોર્સીસ થી બાતમીદારો આધારે આરોપી ઇરફાનભાઇ યાસીનભાઇ કટીયા (ઉ.વ.૨૪) રહે-જોન્સનગર લુક્સ ફર્નીચરની બાજુમા જુસાભાઇના મકાનમા મોરબી મુળ રહે-નવાગામા તા.માળીયા મિયાણાવાળા પાસેથી મોટરસાયકલ-૦૩ કિં રૂ.૯૫૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ છે. તેમજ એક આરોપી કાયદાના સંઘર્ષમાં આવતા આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.