મોરબીમાંથી વિદેશી દારૂની 87 બોટલ ઝડપાઇ; આરોપી ફરાર
મોરબી શહેરના સામાકાંઠે આવેલ લાભનગર કાલેન્દ્રી નદીના કોઝવેની બાજુમાં બાવળની કાંટમાથી વિદેશી દારૂની ૮૭ બોટલ કિં રૂ. ૪૩૫૦૦ નો મુદ્દામાલ સિટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા ફરાર દર્શાવી તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી શહેરના સામાકાંઠે આવેલ લાભનગર કાલેન્દ્રી નદીના કોઝવેની બાજુમાં બાવળની કાંટમા આરોપીએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ – ૮૭ કિં રૂ. ૪૩૫૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી ખોડાભાઈ ભરતભાઈ કગથરા રહે. લાભનગર સામે, મોરબીવાળા વિરુદ્ધ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.