મોરબીમાંથી વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબી નેશનલ હાઇવે રોડ જનકપુરી સોસાયટી પાસેથી વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી નેશનલ હાઇવે રોડ જનકપુરી સોસાયટી પાસેથી આરોપી કૌશિકભાઈ રમણીકલાલ બજાણિયા (ઉ.વ.૪૭) રહે. જનકપુરી, બાલાજી પ્રોવિઝન સ્ટોરની ઉપર મોરબીવાળાએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૦૩ કિં રૂ. ૧૧૨૫ ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.