મોરબીના ભરતનગર નજીક રોડની ખાઈમાથી રૂ. 5.16 લાખનો વિદેશી દારૂ/બીયરનો જથ્થો ઝડપાયો
મોરબી ભરતનગર ગામથી ખોખરા હનુમાનજી તરફ જવાના રસ્તે રોડની ખાઇમાંથી ઇંગ્લીશ દારૂ/બિયર મળી કુલ કિ.રૂ. 5,16,220- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને સયુંકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, ભરતનગર થી ખોખરા તરફ જવાના રસ્તે આવેલ રાધે પી.વી.સી. ઇન્ડસ્ટ્રીઝથી થોડે આગળ રોડની બાજુમાં પાણીની ખાઇમાં કોઇ અજાણ્યા ઇસમો દ્વારા ઇંગ્લીશ દારૂનો જથ્થો ઉતારેલ છે અને આ ઇંગ્લીશ દારૂનો જથ્થો હેરાફેરી કરવા અંગેની પ્રવુતી ચાલુમાં છે જેથી બાતમીવાળી જ્ગ્યાએ રેઇડ કરતા બ્લેંડર પ્રાઇડ સિલેક્ટ પ્રિમીયમ વ્હીસ્કીની 96 બોટલ, બ્લેડર પ્રાઇડ રીઝર્વ કલેક્શન વ્હીસ્કીની 36 બોટલ, 8 પીએમની 71 બોટલ, વિન્ટેજ બ્લુ પ્રિમીયમ વ્હીસ્કીની 57 બોટલ, ગ્રીન લેબલ રીચ બ્લેન્ડ વ્હીસ્કીની 132 બોટલ, રોયલ ચેલેન્જર પ્રિમીયમ ડીલક્સ વ્હીસ્કીના 95 ચપલા અને કિંગ ફીશર સુપર સ્ટ્રોંગ પ્રિમીયમ બિયરના 46 ટીન મળી રૂ.5,16,220નો દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો હતો તથા એક મોબાઇલ ફોન કિં. રૂ.500 મળી કુલ કિં રૂ. 5,16,720 મુદ્દામાલ ઝડપી પાડી અને મોકલનાર તથા મંગાવનાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.