મોરબીના અમરનગર ગામ પાસે નજીવી બાબતે યુવક સહિત બે વ્યકિત પર ચાર શખ્સોનો છરી વડે હુમલો
મોરબીના શક્તીનગર ગામે રહેતા યુવકના ભાઈ સાથે એક શખ્સે બોલાચાલી કરેલ હોય જેનો ખાર રાખી અમરનગર ગામ પાસે આવેલ મેટા કારખાના નજીક ચાર શખ્સોએ યુવકને તથા તેના સાથીને ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર મારી સાથીને છરી વડે ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના શક્તિનગર ગામે રહેતા ચિરાગભાઈ ઘેલાભાઈ મર્યા (ઉ.વ.૨૩) એ આરોપી વિશાલભાઇ ધારાભાઇ ભુંભરીયા, ધર્મેંદ્રસિંહ વનુભા ઝાલા, મનદીપસિંહ મહાવીરસિંહ ઝાલા, ધરમરાજ ઉર્ફે ભાણો રહે બધા અમરનગર તા.જી.મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના ભાઇ સાથે આરોપી વિશાલભાઈએ બોલાચાલી કરેલ હોય જેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી ઢીકાપાટુ મારેલ તથા સાથીને ગાળો ઢીકાપાટુનો માર મારી છરી વતી સાથી ભુપતભાઇ ને ઇજા કરી અને ચારેય આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.