મોરબીના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની જિલ્લા કારોબારી બેઠક યોજાઈ
મોરબી જિલ્લાના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની બેઠકમાં હળવદના કરશનભાઈ ડોડીયાની સંગઠન મંત્રી તરીકે નિમણુંક કરાઈ
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબી દ્વારા જિલ્લા કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું
જિલ્લા કારોબારી બેઠકની શરૂઆત સૌ પ્રથમ હિન્દુ સંસ્કૃતિ મુજબ સરસ્વતી વંદનાથી કરવામાં આવી , સરસ્વતી વંદના મોરબી જિલ્લાના મહિલા ઉપાધ્યક્ષ કિરણબેન અને પ્રજ્ઞા બેન દ્વારા કરવામાં આવી , ત્યારબાદ કારોબારી બેઠકમાં ઉપસ્થિત દરેક તાલુકાના અધ્યક્ષ અને મંત્રી તેમજ દરેક કાર્યકર્તાનું શાબ્દિક સ્વાગત કિરીટભાઈ દેકાવાડીયા રાજ્ય પ્રતિનિધિ દ્વારા કરવામાં આવ્યું.
ત્યારબાદ હિતેષભાઈ ગોપાણીને ગુજરાત પ્રાંત પ્રાથમિક શૈક્ષિક મહાસંઘમાં સંગઠન મંત્રીની જવાબદારી મળેલ હોય,મોરબી જિલ્લાના અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘના સંગઠન મંત્રી તરીકે હળવદ તાલુકાના પૂર્વ સીઆરસી કો.ઓર્ડીનેટર અને હાલના પાંડાતીર્થ શાળાના આચાર્ય કરશનભાઈ ડોડીયાને જવાબદારી સોંપવામાં આવતા પુસ્તક અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા.
બેઠકમાં સંગઠનનો વ્યાપ વધારવા માટે અને સંગઠન ને વધારે મજબૂત બનાવવા માટે કેવા પ્રયત્નો કરવા જોઈએ તેનું અને ગત રાજ્ય કારોબારી બેઠક માં થયેલા શિક્ષકોના પ્રશ્નો અને જિલ્લામાં ઉકેલા થયેલા પ્રશ્નોની સચોટ માહિતી તેમજ આવનારા સમયમાં શિક્ષકોના પડતર પ્રશ્નોને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વાચા આપવામાં આવશે અને તેની સંપૂર્ણ માહિતી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા દ્વારા આપવામાં આવી.
ત્યારબાદ કારોબારી બેઠકમાં હિતેષભાઈ ગોપાણી (સંગઠન મંત્રી ગુજરાત પ્રાંત,શૈક્ષિક મહાસંઘ) દ્વારા સંગઠન એક ધ્યેય સૂત્ર સાથે કામ કરી રહ્યું છે અને સગઠનની કાર્ય પ્રણાલી અને દરેક કાર્યકર્તાની સંગઠનમાં ભૂમિકા વિશે અને સંગઠન માટે અને સમાજ માટે શું કરી શકાય? તેની સચોટ માહિતી આપવામાં આવી.
ત્યારબાદ દરેક તાલુકાના અધ્યક્ષ દ્વારા તેમના પ્રતિભાવ તથા પ્રશ્નોની રજુઆત કરવામાં આવી અને અંતે કારોબારી બેઠકમાં કલ્યાણ મંત્ર નિરવભાઈ બાવરવા પ્રચારમંત્રી મોરબી જિલ્લા દ્વારા કરવામાં આવ્યો અને બેઠકને પૂર્ણ કરવામાં આવી. સમગ્ર કારોબારી બેઠકનું સંચાલન કિરણભાઈ કાચરોલા મહામંત્રી મોરબી જિલ્લા દ્વારા કરવામાં આવ્યું.