મોરબીના આલાપ રોડ પર એપાર્ટમેન્ટમાં જુગાર રમતા પાંચ મહિલા સહિત આઠ ઝડપાયા

મોરબીના આલાપ રોડ કર્મયોગી સોસાયટી સીલ્વરગુડ એપાર્ટમેન્ટમાં જુગાર રમતા ત્રણ પુરૂષ તથા પાંચ મહિલા સહિત કુલ આઠ ઈસમોને રોકડા રૂપીયા ૮૫,૯૦૦/-ના મુદામાલ સાથે મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયા છે.

મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી રાહે બાતમી મળેલ કે ભાવેશભાઈ પ્રવિણભાઇ પટેલ રહે. આલાપરોડ કર્મયોગી સોસાયટી સીલ્વરગુડ એપાર્ટમેન્ટ બ્લોકનં-૩૦૪ મોરબીવાળો પોતાના રહેણાક ફ્લેટમાં બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવે છે જે બાતમીના આધારે બાતમીવાળા સ્થળે આલાપરોડ કર્મયોગી સોસાયટી સીલ્વરગુડ એપાર્ટમેન્ટ બ્લોકનં-૩૦૪ વાળા રહેણાક ફ્લેટ/મકાને રેઇડ કરતા કુલ-૦૮ વ્યક્તિ ભાવેશભાઇ પ્રવિણભાઇ કાસુન્દ્રા રહે. આલાપરોડ કર્મયોગી સોસાયટી સીલ્વરગુડ એપાર્ટમેન્ટ મોરબી, મૌલીકભાઇ પ્રદિપભાઇ વિરમગામા રહે. રવાપરરોડ નરસંગ એપાર્ટમેન્ટની બાજુમાં મોરબી, હસમુખભાઇ રણછોડભાઇ વરમોરા રહે, લીલાપર ગામ તા.જી. મોરબી, લીલાબેન આનંદભાઇ મહાલીયા રહે. મોરબી શનાળા રોડ ગુ.હા.બોર્ડ મોરબી, હંસાબેન કિશોરભાઈ ગૌસ્વામી રહે. રવાપર રોડ શ્રી રામ સોસાયટી મોરબી, વીણાબેન જયંતીભાઇ મેરજા રહે, મોરબી દલવાડી સર્કલ શ્રીજી સોસાયટી મોરબ, મનીષાબેન વા/ઓ ચંદુભાઇ માકડીયા રહે. ગુ.હા.બોર્ડ પાછળ ભાગ્યલક્ષ્મી સોસાયટી મોરબીવાળાને રોકડ કિ.રૂ. ૮૫,૯૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તમામ આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ મોરબી સીટી એ.ડીવી. પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img