મોરબીના પંચાસર રોડ પર ખુટીયા સાંથે બાઈક અથડાતાં એકનું મોત

મોરબી પંચાસર રોડ પર આવેલ મયુર ડેરી પાસે રોડ પર ખુટીયા સાથે બાઈક અથડાતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે મૃતકના પિતાએ આરોપી બાઈક ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના પંચાસર ગામે રહેતા અને મજુરી કરતા કેકડીયાભાઈ ઉકાભાઇ પસાયા (ઉ.વ.૫૦) એ આરોપી એક્સ ટ્રીમ બાઈકના ચાલક વિરમભાઇ કેકડીયાભાઈ પસાયા પસાયા રહે. પંચાસર ગામ મોરબીવાળા વિરુદ્ધ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલાવાળુ એક્સ ટ્રીમ બાઈક બેદરકારી થી ચલાવી ખુટીયા સાથે ભટકાતા ફરીયાદીના દિકરા રવિન ને માથાના ભાગે થતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ફરીયાદીના દિકરાનુ મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img