મોરબીના આલાપ પાર્કમાં શિવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને પંદર વર્ષ પૂર્ણ થતાં મહા પ્રસાદ યોજાયો
મોરબીના રવાપર રોડ ખાતે 125 વિઘામાં પથરાયેલા આલાપ પાર્કમાં પંદર વર્ષ પહેલાં વિશ્વનાથ મહાદેવના ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણ સમગ્ર આલાપ વાસીઓના સહકારથી આર્થિક યોગદાનથી થયેલ છે. સુંદર મજાનું વિશાળ પટાંગણ, પટાંગણમાં મસ મોટાં વૃક્ષો ઉભેલા છે, દેવાધિદેવ મહાદેવના સાનિધ્યમાં દર વર્ષે નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવે છે.
નુતન વર્ષના સ્નેહમિલન કાર્યક્રમ, તેમજ અન્ય ધાર્મિક, આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ શિવ મંદિરનું મંદિરના નિર્માણ થયું એને પંદર વર્ષ થઈ ગયા હોય, સમગ્ર આલાપ વાસીઓએ સાથે મળી મહા પ્રસાદનું આયોજન કરી, અન્ન ભેગા તેના મન ભેગાના સૂત્રને સાર્થક કર્યું હતું રાત્રે રાસ ગરબા અને ધૂન,ભજનનું અદકેરું આયોજન કર્યું હતું. આ સમગ્ર કાર્યકમને સફળ બનાવવા વડીલોની પ્રેરણાથી આલાપ યંગ ગ્રૂપે ખુબજ જહેમત ઉઠાવી હતી.