મોરબીના આલાપ પાર્કનું દબાણ દૂર ન થતા ડાબી બાજુના રહીશોએ કપચીના ઢગલા કરી જમણી બાજુનો રસ્તો ખુલ્લો કરાવવા નુસખો અજમાવ્યો
મોરબી: મોરબીના રવાપર પર આવેલ કહેવાતી મોંઘી સોસાયટી આલાપ પાર્કમાં એન્ટર થતાની સાથે જ એંસી ફૂટનો મુખ્ય રસ્તો છે જે જતા જમણી બાજુના રહેતા લોકોએ ચાલીસ ફૂટ રોડ પર બ્લોક ફિટ કરેલ છે,દશ દશ ફૂટ ઓટા બહાર કાઢેલ છે,વૃક્ષો વાવીને રસ્તા પર દબાણ કરેલ છે રસ્તો બંધ કરી દીધેલ છે, આ દબાણ દૂર કરાવવા માટે થોડા દિવસ પહેલા રાત્રે એંસી ફૂટ રોડની ડાબી બાજુ રહેતા રહીશોએ રસ્તા પર ગાડીઓ મૂકી ડાબી બાજુનો પણ રસ્તો બંધ કરી દીધો હતો,પરિણામે અફરા તફરી મચી ગઇ હતી અને એકાદ માસમાં ગોડાઉન ખાલી કરી દેશે અને રસ્તો ખુલ્લો કરી દેશે એવી સનજુતી થઈ હતી પણ દબાણ કર્તાઓએ સમજુતીનો ભંગ કર્યો હતો.ઉપરાંત કેટલાક લોકોએ આલાપ પાર્કની અડોઅડ ખેતર લઈ ફરતો વંડો વારી દીધેલ છે આ વંડાની અંદર સુપર આલાપ વિસ્તારના વરસાદી પાણીના નિકાલ માટેનો વોંકળો બુરી દીધો છે પરીણામેં હમણાં જ મોરબીમાં થયેલ ત્રણ ઈંચ જેટલા વરસાદમાં સુપર આલાપ વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા અને એ વિસ્તારમાં જવા માટેના મુખ્ય માર્ગમાં ત્રણ ત્રણફૂટ પાણી ભરાઈ ગયા હતા તો આલાપ પાર્ક સોસાયટીના રહીશોએ સુપર આલાપનું થયેલ દબાણ વંડો દૂર કરી પાણીનો નિકાલ સુનિચિત થાય એ બાબતે અનેક વખત દબાણ કર્તાઓને સમજાવ્યા વિનંતીઓ કરેલ છે અને બે ત્રણ દિવસ પહેલા ખુબજ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો એકત્ર થયા હતા અને સ્થળ પર પ્રાંત અધિકારી આવ્યા હતા અને સોસાયટીના રહીશોએ સુપર આલાપ સોસાયટીનું અને એંસી ફૂટ રોડનું દબાણ દૂર કરવા ઉગ્ર રજુઆત કરેલ અગાઉ તમામ અધિકારીઓને લેખિતમાં પણ રજુઆત કરેલ છે,છતાં દબાણ દૂર ન થતા સોસાયટીના મુખ્ય રસ્તા પર ડાબી બાજુ રહેતાં લોકોએ કપચી કાંકરીના ઢગલા કરી ડાબી બાજુનું દબાણ દૂર થાય એ માટે પ્રબળ માગણી કરી છે પણ તંત્ર મુક પ્રેક્ષક બની બધું જોઈ રહ્યું છે અને લોકો હાલાકી ભોગવી રહ્યા છે.
