મોરબીના આમારણ રોડ ઉપર અશોક લેલન ગાડીના ચાલકે હડફેટે લેતા યુવક ઈજાગ્રસ્ત
મોરબી: મોરબી તાલુકાના ડાયમંડનગરથી ખારચીયા ગામ તરફ જતા રોડ ઉપર જીંનીગ ઓઈમીલથી આગળ પીપળીયા ચાર રસ્તા આમરણ રોડ ઉપર અશોક લેલન ગાડીના ચાલકે ચાલીને જતા યુવાનને હડફેટે લેતા યુવક ઈજાગ્રસ્ત થયો હતો અને અશોક લેલનનો ચાલક ગાડી લઇ નાસી ગયો હવાની ભોગ બનનાર યુવકના ભાઈએ આરોપી અશોક લેલન ગાડીના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ જામનગર જિલ્લાના દળીયા ગામના રહેવાસી રાહુલભાઈ જીણાભાઇ શિયાર (ઉ.વ.૩૫) વાળાએ આરોપી અશોક લેલન ઠાઠા વાળી ફોર વ્હીલ ગાડી રજીસ્ટર નંબર-GJ-02-CY-4274 વાળાના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૯-૦૫-૨૦૨૩ ના રોજ સવારના સાડા પાંચેક વાગ્યાના અરસામાં આરોપીએ પોતાના હવાલા વાળી અશોક લેલન ઠાઠા વાળી ફોર્ વ્હીલ ગાડી રજીસ્ટર નંબર- GJ-01-CY-4274 વાળી પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી અલીયાબાળા થી રવા ગામ તા.રાપર-કચ્છ ચાલીને જતા ફરીયાદીના ભાઇ મેહુલભાઇ ઉવ.૩૪ વાળાને પાછળથી હડફેટે લઇ માથામા ગંભીર ઇજા કરી તથા જમણા પગમા તથા વાસામા સામાન્ય ઇજા કરી પોતાનુ વાહન લઇ નાશી ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકના ભાઈ રાહુલભાઈએ આરોપી ગાડીના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈ.પી.કો. કલમ -૨૭૯, ૩૩૭,૩૩૮ તથા એમ.વી.એક્ટ કલમ -૧૭૭,૧૮૪,૧૩૪, મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.