મોરબીના આમરણ ગામે ઈલેક્ટ્રીક કનેક્શન કાપી નાખતા જી.ઈ.બી ના કર્મચારીને ત્રણ શખ્સોએ માર માર્યો
મોરબી: મોરબી તાલુકાના આમરણ ગામે પી.જી.વી.સી.એલ કચેરીનું વીજ બીલ ભરપાઈ ન કરતા ઈલેક્ટ્રીક કનેક્શન કાપી નાખતા જી.ઈ.બી ના કર્મચારીને ત્રણ શખ્સોએ માર મારી ફરજમાં રૂકાવટ કરી હતી જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના આમરણ ગામે રહેતા અને જી.ઈ.બી.મા નોકરી કરતા ધ્રુવરાજસિંહ ગોવિંદસિંહ ચૌહાણ (ઉ.વ.૨૫) એ આરોપી વીશાભાઈ સાર્દુલભાઈ દેવીપુજક, પરેશ વિશાભાઈ દેવીપુજક તથા કારાભાઈ વીશાભાઈ દેવીપૂજક રહે. બધા આમરણ ગામવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૯-૦૩-૨૦૨૪ ના રોજ બપોરના બારેક વાગ્યાના અરસામાં આરોપીના વીશાભાઇ સાર્દુલભાઇ દેવીપુજકનુ છેલ્લા ૬ માસ નું ૨૭૯૦/૦૦-(સત્યાવીસો નેવુ રૂપીયા) આમરણ પી.જી.વી.સી.એલ.કચેરીનું વીજ બીલ બાકી હોય જેઓએ ભરપાઇ ના કરતા ફરીયાદી આરોપીની ઉપરોક્તનું ઇલેકટ્રીક કનેકશન કાપી નાંખતા જે આરોપીને નહીં ગમતા આરોપીઓએ ફરીયાદીના શર્ટનો કાઠલો પકડી ભુંડાબોલી ગાળો દઇ ઝપાઝપી કરી ગળાના આજુબાજુના ભાગે સામાન્ય ઇજા કરી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી. જેથી ભોગ બનનાર ધ્રુવરાજસિંહએ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૫૦૪, ૩૩૨,૧૮૬ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.