મોરબીના અમરેલી ગામ નજીકથી કાર વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઝડપાયો 

મોરબી તાલુકાના અમરેલી ગામની સીમમાં નેકસસ સિનેમા પાસે સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઇસમ દારૂની ૩૦ બોટલ સાથે મોરબી તાલુકા પોલીસે દબોચી લીધો છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબી તાલુકાના અમરેલી ગામની સીમમાં નેકસસ સિનેમા પાસે આરોપીએ પોતાના કબ્જા ભોગવટા વાળી સ્વીફ્ટ કાર રજીસ્ટર નંબર – જીજે-૩૬-એ.એલ-૩૦૪૭ વાળી જેની કિંમત રૂપિયા ૩,૦૦,૦૦૦ વાળીમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૩૦ કિં રૂ. ૧૧,૧૨૫ તથા કુલ કિં રૂ.૩,૧૧,૧૨૫ ના મુદ્દામાલ સાથે આરોપી જાવીદભાઈ ઇસ્માઇલભાઇ સાંઇચા (ઉ.વ.૩૫) રહે. સાંઇબાબા મંદિર પાસે વીશીપરા મોરબીવાળાને તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img