મોરબીના અણીયારી ગામે યુવકે ઝેરી દવા પી જીંદગી ટુકાવી
મોરબી: મોરબી તાલુકાના અણીયારી ગામે યુવકે ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના અણીયારી ગામની સીમમાં રમેશભાઈ વરસડાની વાડીમાં રહેતા વિજયભાઈ ભીમાભાઇ સંગાળ (ઉ.વ.૨૫) એ ગત તા ૧૧-૦૯-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે કોઈપણ કારણસર ઝેરી દવા પી જતા સારવાર માટે મોરબી સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ જેનું ચાલુ સારવાર દરમ્યાન તા ૧૨-૦૯-૨૦૨૨ ના રોજ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.