મોરબીના ભરતપરામા જાહેરમાં જુગાર રમતા ચાર પત્તા પ્રેમીઓ પકડાયા
શ્રાવણ માસની શરૂઆત થતા જુગારીઓ મેદાનમાં ઉતરી ગયા છે ત્યારે મોરબીના ભરતપરા સર્કિટ હાઉસ સામે જાહેર જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને સંયુકતમા ખાનગી રાહે મળેલ બાતમીના આધારે રેઇડ કરતા મોરબીના ભરતપરા સર્કિટ હાઉસ સામે જાહેરમાં જુગાર રમતા કુલ-૪ આરોપીઓ જયેશભાઇ સહદેવભાઇ સોલંકી (ઉ.વ.૨૦) રહે, મફતીયાપરા ભરતનગર સર્કિટ હાઉસ સામે મોરબી-૨, સોયમભાઇ રહિમભાઈ લધાણી (ઉ.વ.૨૦) રહે, મફતીયાપરા ભરતનગર સર્કિટ હાઉસ સામે મોરબી-૨, સમીરભાઇ સલીમભાઈ નારેજા (ઉ.વ.૨૫) રહે, વર્ધમાન સોસાયટી શેરી નં.૨ ભરતનગર પાસે મોરબી-૨, રવિભાઇ ભરતભાઇ ઠાકોર (ઉ.વ.૨૭) રહે, શનાળા રોડ સત્યમપાન વાડી શેરીમા સરદારબાગ સામે મોરબીવાળાને રોકડા રૂ. ૧૨,૩૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા જુગાર ધારા ૧૨ મુજબ ગુન્હો દાખલ કરેલ છે.