Saturday, May 18, 2024

મોરબીના બગથળા ગામે ખનીજ ભરેલ ડમ્પર બંધ કરાવવા ગ્રામ પંચાયતના સભ્યોની ખનીજ વિભાગને રજૂઆત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

બગથળા ગામે વન વિભાગની જમીનના વ્રુક્ષો કાપી ખનીજ દ્રવ્ય નો સ્ટોક કર્યો! ખાણ ખનીજ અને મામલતદાર ને થઈ રજૂઆત

મોરબી તાલુકાના ગામે બગથળા ગામે રેતીના ઓવરલોડ ડમ્પરો ચાલતા હોય ખેડૂતોના ખેતરમાં નાખેલી પાઇપને નુકસાન પહોંચાડ્યું તેમ જ આ ખનીજ ચોરી નો સ્ટોક વન વિભાગની અનામત જગ્યામાં વૃક્ષો કાપીને કરવામાં આવ્યો છે તે અંગે બગથળા ગ્રામ પંચાયતના ઉપસરપંચ સહિત ચાર જાગૃત નાગરિકોએ મામલતદાર અને ખાણ ખનીજ ને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં આ ખનીજ ચોરીમાં મહિલા સરપંચ નો પતિ પણ સામેલ હોવાનો આક્ષેપ કર્યો છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ બગથળા ગામે અગાઉના ગ્રામ પંચાયતના કોઈપણ સરપંચોએ રેતી માફિયાઓને પગ પેસારો કરવા દીધો નથી. પરંતુ હાલના મહિલા સરપંચ તેમનો સંપૂર્ણ વહીવટ તેમના પતિ ચુનીલાલ જેરામભાઈ ઠોરીયા કરે છે. તેમની નજર હેઠળ આ રેતીયોરીનો કૌભાંડ ચાલે છે એવું આ લેખિત થયેલી રજૂઆતમાં જણાવ્યું છે. થયેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ છેલ્લાં ચાલીસ વર્ષથી કોઈ સરપંચોએ ખનીજ માફિયાઓને પગ પેસારો કરવા દીધેલ નથી પણ હાલનાબગથળા નાં મહિલા સરપંચ તેમના હોદ્દા નો દુરુપયોગ કરી સરપંચના પતિ ચુનીલાલ ઠોરીયા ની મીઠી નજર હેઠળ આ રેતી ચોરીનો કૌભાંડ થઈ રહ્યું છે.

ગ્રામજનો તથા ગ્રામ પંચાયતના સભ્યોએ આ ચુનીલાલ ઠોરીયા ને અવારનવાર રજૂઆત કરેલ પણ ચુનીલાલના જવાબ તે ગળે ઉતરે તેવા નથી. તેથી ખાણ ખનીજ ના અધિકારી અને મામલતદારને સરપંચે આપેલ જવાબ નો ઓડિયો ક્લિપ નો પુરાવો આપવા પણ જણાવ્યું છે. જ્યારે આ નદીમાંથી થઈ રહેલી ખનીજ ચોરી અને થઈ ગયેલી ખનીજ ચોરીની માપણી કરીને સ્થાનિક લેવલે સરપંચ અને તેમની સાથે આ જે ખનીજ ચોરી કરી ગયા તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને વન વિભાગના જે વૃક્ષો એવા છે કાપી નાખ્યા છે તે અંગે પણ કાર્યવાહી કરવામાં આવે તેવું બગથળા ગામના ગ્રામ પંચાયતના ઉપસરપંચ સહિત ચાર જણાએ મામલતદાર અને ખાણ ખનીજ વિભાગને લેખિતમાં રજૂઆત કરી છે.

અહીં એ વાત જણાવી દઈએ કે ગ્રામ પંચાયત લેવલે સરપંચ અને તલાટી કમ મંત્રી ખનીજ ચોરી મામલે જવાબદાર છે ત્યારે ખાણ ખનીજ વિભાગે આવી થઈ રહેલી ખનીજ ચોરી બાબતે સ્થાનિકે જેની જવાબદારી છે તેમની સામે પણ ફરિયાદ કરવામાં આવે તો આ ખનીજ ચોરીમાં થોડો ઘણો સુધારો આવે તેવું પણ બુદ્ધિશાળી લોકો કહી રહ્યા છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર