મોરબીના બંધુનગર ખાતે આવેલ દુકાનમાંથી ગાંજાના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી તાલુકા વિસ્તારમાં બધુનગર ખાતે આવેલ બાપાસીતારામ કોમ્પ્લેક્ષમાં આવેલ દુકાન નં-૧૧૦ માંથી નાર્કોટીક્સ માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે.
મોરબી એસ.ઓ્.જી. ટીમને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળેલ કે, અકીલ ઉર્ફે અલ્ફેઝ અલીમામદભાઇ માણેકીયા રહે. વાંકાનેર, લક્ષ્મીપરા શેરી નં.૦૩ વાળો બંધુનગર ગામે વેરોના ગ્રેનીટો પ્રા.લી. સીરામીક સામે આવેલ કોમ્પ્લેક્ષમાં પોતાના કબજા ભોગવટાવાળી દુકાન નં.૧૧૦ માં ગે.કા.રીતે વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી પોતાના ગ્રાહકોને ખાનગીમાં વેચાણ કરે છે. તેવી મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ પોલીસ સ્ટાફ સાથે જઇ આરોપીની કબજા ભોગવટાવાળી દુકાન નં-૧૧૦ માં ઝડતી તપાસ કરતા નાર્કોટીક્સ માદક પદાર્થ ગાંજાનો જથ્થો વજન ૧ કિલો ૨૬૭ ગ્રામ જેની કિ.રૂ.૧૨,૬૭૦/, મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૧૫,૦૦૦, ડીજીટલ વજનકાંટો નંગ-૧ કિ.૨.૩૦૦/, – રૂપીયા ૧૦૦/- ના દરની નોટ નંગ-૨૧ કિ.રૂ. ૨૧૦૦/- મળી કુલ કિંમત રૂપીયા-૩૦,૦૭૦ના મુદામાલ સાથે આરોપી મળી આવતા એન.ડી.પી.એસ. એક્ટની કલમ-૮(સી), ૨૦(બી), ૨૯ મુજબની કાર્યવાહી કરી ઇસમોની ધોરણસર અટક કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.