મોરબીના બંધુનગર ગામ નજીક રોડ પર ડમ્પરે હડફેટે લેતા બાઈક સવારને ઇજા
મોરબી: મોરબીના બંધુનગર ગામ નજીક ચામુંડા હોટલ સામે નેશનલ હાઇવે રોડ ઉપર ડમ્પરે હડફેટે લેતા બાઈક સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોવાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના જોધપર (નદી) ગામે રહેતા જગદીશભાઇ લક્ષ્મણભાઈ ઉભડીયા (ઉ.વ.૩૦) એ આરોપી ડમ્પર રજીસ્ટર નંબર જીજે-૧૩-એક્ષ-૯૬૯૮ ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૧૫-૦૯-૨૦૨૨ ના રોજ સવારના આઠેક વાગ્યાના અરસામાં આરોપીએ પોતાના હવાલા વાળુ ડમ્ફર રજી નં. GJ-13-AX-9698 બંધુનગર ગામ પાસે ચામુંડા હોટલ સામે નેશનલ હાઇવે રોડ ઉપર પુરઝડપે અને ગફલતભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવી ફરીયાદીના હીરો કંપનીના એચ.એફ. ડીલક્ષ મોટરસાયકલ રજી. નં.GJ-36-Q-4772 ની સાથે પાછળથી ભટકાડી મોટર સાયકલ સાથે ઢસડી એક્સીડન્ટ કરી ફરીયાદીને ડાબા ખંભાની પાછળ તથા ડાબા હાથની કોણીથી ઉપરના ભાગે તેમજ ડાબા પગમાં ઘુંટણથી કમર સુધી છોલછાલ કરી ચામડી ઉખાડી નાખી ઇજા કરી અને બીજે શરીરે મુંઢ ઇજા કરી આરોપીએ પોતાના હવાલાવાળુ ડમ્ફર સ્થળ ઉપર મુકી નાસી ગયો હવાની જગદીશભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ઇ.પી.કો. કલમ-૨૭૯, ૩૩૭ તથા એમ.વી.એ. કલમ-૧૭૭, ૧૮૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.