મોરબી: મોરબી તાલુકાના બરવાળા ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ નરેશભાઇ જીનાભાઇ ખાંભલા ઉવ-૨૨ રહે બરવાળા ગામ તા.જી.મોરબી વાળા ગઇ રાત્રીના દોઢેક વાગ્યા ની આસપાસમા બરવાળા ગામમા આવેલ નીલકંઠ મહાદેવ મંદીરની અંદર ઝાડ નીચે પોતે કોઇ કારણસર ગળે ફાસો ખાઈ જતાં નરેશભાઇ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.








