મોરબીના બેલા ગામે કારખાનામાં ડમ્પરનુ ટાયર માંથે ફરીજતા બાળકનું મોત 

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ લીડસન સિરામિક કારખાનાના ફોતરી વિભાગમાં ડમ્પરનો ટાયરો જોટો માથે ફરી જતા એક વર્ષના માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ લીડસન સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા વિકાસભાઈ મંગાભાઈ ડામોર (ઉ.વ.૩૦) એ આરોપી ડમ્પર રજીસ્ટર નંબર -જીજે-૧૩-એએક્સ-૮૦૯૯ વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલાવાળુ ડમ્પર નંબર GJ-13-AX-8099 વાળાના ચાલકે પોતાના હવાલાવાળુ ડમ્પર આગળ પાછળ તથા સાઇડમા જોયા વગર કારખાનામા આગળ ચલાવી તેના ખાલી સાઇડે વળાંક વાળતા ત્યાં રમતા ફરીયાદીના દિકરા આદેશ ઉ.વ. ૧ વર્ષ વાળાને હડફેટે લઇ તેની ઉપર ખાલી સાઇડના પાછળના ટાયરનો જોટો ફરીજતા તેને શરીરે ગંભીર ઇજા થતા સ્થળ પર જ બાળકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે ડમ્પર ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img