મોરબીના બેલા ગામે ત્રીજા માળેની છત પરથી પટકાતા યુવકનુ મોત
મોરબી: મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ લેક્મી સીરામિક લેબર ક્વાર્ટસના ત્રીજા માળેની છત પરથી નીચે પડી જતા યુવકનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ સંજુ પન્નાલાલ ઘોર ઉ.વ. ૨૭ રહે. મોરબીના બેલા ગામની સીમમાં લેક્મી સીરામિક લેબર ક્વાર્ટરમાં તા.જી. મોરબી વાળા એ ગત તા.૩૧/૦૫/૨૦૨૩ ના રોજ લેક્મી વિટ્રીફાઈડના લેબર કવાર્ટસના ત્રીજા માળની છત પરથી પડી જતા ગંભીર ઈજાઓ શરીરે પહોંચતા યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.