મોરબીના બેલા ગામે કારખાનામાં પગ લપસી ખાડામાં પડી જતા વૃદ્ધનું મોત
મોરબી: મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ એસ્ટ્રીકા સીરામીકમા પગ લપસી ખાડામાં પડી જતા માથામાં ગંભીર ઈજા પહોંચતા ચાલુ સારવાર દરમ્યાન આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ તુલશીરામ ભદોલે ઉવ-૬૫ રહે- બેલા ગામની સીમ ખોખરા હનુમાન રોડ એસ્ટ્રીકા સીરામીકમા મુળ- ગામ અરુશી તા-લાહર જી-ભીંડ મોરેના (એમ.પી) વાળા સીક્યુરીટી નોકરી ઉપર હતા ત્યારે કારખાનાના ગેઇટમાથી ગાય અંદર આવતા તેને બહાર કાઢવા માટે જતા અકસ્માતે તેનો પગ લપસ્તા ખાડામા પડી જતા માથામા ગંભીર ઇજા થતા ચાલુ સારવાર દરમ્યાન રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે તા-૧૭/૦૭/૨૦૨૩ ના રોજ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.