મોરબીના બેલા રોડ ઉપર ટ્રકમાંથી મોબાઈલ ચોરી થયાની ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબી તાલુકાના બેલા રોડ પર આવેલ બેન્ટા સીરામીક કારખાનાના ગેઇટની બહાર ટ્રકમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ મોબાઈલ ચોરી કરી લઇ ગયો હોવાની ભોગ બનનાર યુવકે આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મુળ રાજસ્થાનના વતની અને હાલ મોરબી રવિરાજ ચોકડી પાસે ટાટાના શો રુમ નજીક શિવશંકર લોજીસ્ટીક ટ્રાન્સપોર્ટમાં રહેતા અલસારામ કેસારામ ચૌધરી (ઉ.વ.૨૩) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ફરીયાદીનો VIVO V-23 મોડલનો મોબાઇલ જેના IMEI NO-866741051049833 નો કીંમત રૂપીયા-૨૯,૯૯૦/-વાળો ગઇ તારીખ-૧૪/૦૭/૨૦૨૩ ના સાંજના પાંચથી સાત વાગ્યા દરમ્યાન બેલા રોડ પર આવેલ બેન્ટા સીરામીકના ગેઇટ પાસે ફરીના ટ્રકમાથી કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હોવાની ભોગ બનનાર અલસારામએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.