મોરબી: મોરબીમાં તસ્કરો બેફામ બની રહ્યા છે જાણે કે તેને પોલીસનો ખૌફ ન રહ્યો હોય તેવી સ્થિતિએ એક અઠવાડિયામાં વધુ એક એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો છે પરંતુ તે નિષ્ફળ ગયો. એક જાગૃત ચાની હોટલના સંચાલકે આ બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડયા હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ મોરબીના બેલા ગામના પાદરમાં આવેલ એક્સિસ બેન્કના એટીએમને ગતરાત્રીના તસ્કરોએ નિશાન બનાવી એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે એટીએમની કરન્સી ચેસ્ટ ન તૂટતાં કંટાળેલા ચોર નજીકમાં આવેલી ચાની હોટલએ ચા પીવા ગયા હતા. હોટલના જાગૃત સંચાલકે બનાવ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ત્રણ આરોપીઓને ઝડપી લીધા હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે.
