મોરબીના બેલા ગામેથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઝડપાયો
મોરબી: મોરબી તાલુકાના બેલા ગામની સીમમા આવેલ વોટેરો સિરામિક પાસેથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બેલા ગામની સીમમા આવેલ વોટેરો સિરામિક પાસેથી આરોપી રાહુલ મોહનભાઈ રેવર (ઉ.વ.૨૨) હાલ રહે. મહેન્દ્રનગર ચોકડી તા.જી. મોરબી મૂળ રહે. સોલડી તા. ધાંગધ્રા જી. સુરેન્દ્રનગરવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૨ કિં રૂ. ૭૫૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.