મોરબી: મોરબી તાલુકાના બેલા ગામ નજીક સોમનાથ મિનરલ માટીના કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં મહિલાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ વંતાબેન દિપકભાઈ રાઠવા (ઉ.વ.૩૧) વાળા સોમનાથ મિનરલ માટીના કારખાનામાં કામ કરતાં હોય ત્યારે અકસ્માતે ઈલેક્ટ્રીક શોક લાગતા વંતાબેનનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
