મોરબીના ભરતનગર ગામેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબી શહેર તેમજ જીલ્લામાં બાઈક ચોરીના કિસ્સા અવારનવાર સામે આવી રહ્યા છે ત્યારે મોરબીના ભરતનગર ગામે બહાર શેરીમાંથી યુવકનું કોઈ અજાણ્યો ચોર બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ભરતનગર ગામે રહેતા ચતુરભાઈ વસંતભાઈ કલોલા (ઉ.વ.૪૪) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના ઘર બહાર શેરીમાંથી ફરીયાદીનુ હીરો સ્પેલેન્ડર પ્લસ મેક મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૩૬-ઈ-૫૧૩૭ જેની કિંમત રૂપિયા ૨૫૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.