Tuesday, May 13, 2025

મોરબીના ભડીયાદ ગામે કારખાનામાંથી બે સગીરાનુ અપહરણ કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના ભડીયાદ ગામની સીમના કારખાનામાંથી બે સગીર બાળકીના થયેલ અપહરણના ગુન્હામા ભોગબનનાર બાળકીઓ તથા આરોપીને ગણતરીના કલાકોમાં મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડ્યો છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ઇ.પી.કો. કલમ-૩૬૩, ૩૬૬ ના પોક્સો એક્ટ કલમ ૧૮ મુજબનો ગુન્હો તા.૧૫/૦૭/૨૦૨૩ના રોજ જાહેર થયેલ છે. ફરીયાદીની સગીરવયની દિકરીને ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ જતા ગુન્હો કરેલ હોય જેથી ઉપરોકત નંબરથી ગુન્હો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરી હતી.

ઉપરોકત ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ આ કામની તપાસ ચાલુ હોય દરમ્યાન મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી હ્યુમનસોર્સ તથા ટેકનીકલ સોર્સ મારફતે તપાસ કરતા આ કામેના બંન્ને ભોગબનનાર તથા આરોપી રજાક સાઓ, ઇશાભાઇ ગંગાભાઇ મુસાણી ઉ.વ આશરે ૧૯ રહે. હાલ વંશરાજનગર. રણુજા મંદીરની સામે, કોઠારીયા રોડ, કોઠારીયા, રાજકોટ મુળ-રેલ્વે ફાટક પાસે, માળીયા(મી) જી.મોરબી . વાળોઓને શોધી કાઢવામા આવેલ અને સગીરવયની ભોગબનનારની પુછપરછ કરતા ભોગબનનાર સાથે આરોપીએ વારવાર શરીર સંબંધ બાંધેલ હોય જેથી આઇ.પી.સી કલમ-૩૭૬{૨}(જેએન),૩૭૬{૩) તથા પોકસો એકટ કલમ-પ(એલ), ૬, નો ઉમેરો કરવામાં આવેલ છે. તેમજ આરોપીની અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર