મોરબીના બીલીયા ગામની સીમમાંથી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી તાલુકાના બીલીયા ગામની સીમમાં સુરેશભાઇ રામજીભાઇ પટેલની વાડી પાસેથી એક ઇસમને દેશી બનાવટની જામગીરી બંદુક સાથે આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસને સંયુકતરાહે બાતમી મળેલ કે,”મોરબી તાલુકાના બીલીયા ગામ સીમ માં શુરેશભાઇ રામજીભાઇ પટેલની વાડી પાસે એક વ્યક્તિ મેલા કપડા પહેરેલ હાલત માં એક દેશી હાથ બનાવટની બંદુક સાથે આંટાફેરા મારે છે જે મળેલ ખાનગી બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ જઇ રેઇડ કરતા દેશી બનાવટની જામગીરી બંદુક (હથીયાર) કિં રૂ. ૨૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી જલાઉદીનભાઇ ઉર્ફે અલાઉદીન હારૂનભાઇ કાજેડીયા (ઉવ-૬૫) રહે. કારજડા તા-માળીયા મીયાણાવાળાનૂ પકડી પાડી આર્મ્સ એકટ હેઠળ ગન્હો રજીસ્ટર કરી આગળ તપાસ હાથ ધરી છે.