મોરબીના બિલિયાા ગામે ભટ્ટ પરિવારના સુરાપુરાધામ મંદિરના પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું
મોરબી તાલુકાના બીલીયા ગામ પાસે ભટ્ટ પરિવાર દ્વારા સુરાપુરા ધામ મંદિરના પટાંગણમાં વૃક્ષારોપણ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. તેવામાં બીલીયા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણનું જતન થાય તે માટે થઈને ભટ્ટ પરિવારના સુરાપુરા ધામના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
ત્યારે બીલીયા ગામની શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ ભટ્ટ પરિવારના અગ્રણીઓ ત્યાં હાજર રહ્યા હતા અને તેઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.