મોરબીમાં બોની પાર્કમાં એપાર્ટમેન્ટની છત પર જુગાર રમતા આઠ મહિલા ઝડપાઇ
શ્રવાણ માસની શરૂઆત થતા જ જાણે જુગારીઓને મૌસમ ખુલી હોય તેમ લોકો જુગાર રમવા લાગ્યા છે ત્યારે મહિલાઓ પણ ક્યાં પાછળ રહે છે ત્યારે મોરબીના રવાપર બોનીપાર્ક મારૂતિ એપાર્ટમેન્ટની છત ઉપર તીનપત્તીનો જુગાર રમતા આઠ મહિલાઓને રોકડ રકમ ૩૪,૩૦૦ ના મુદામાલ સાથે સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના રવાપર બોનીપાર્ક મારૂતિ એપાર્ટમેન્ટની છત ઉપર તીનપત્તીનો જુગાર રમતા આઠ મહિલા સંગીતાબેન રમેશભાઇ દેવરાજભાઇ કાસુન્દ્ર (ઉ.વ.૩૦) રહે.મોરબી રવાપર બોનીપાર્ક શેરીનં.૭ મારૂતિ એપાર્ટેમેન્ટ બ્લોકનં.૧૦૪ મુળરહે.પીઠડ તા.જોડીયા, ભારતીબેન કૈલાશભાઇ ડાંગર (ઉ.વ.૪૨) રહે.મોરબી નવલખીરોડ યમુનાનગર, સોનલબેન સુરેશભાઇ ગોસાઇ (ઉ.વ.૩૭) રહે.મોરબી મહેન્દ્રપરા શેરીનં.૧૩, હીરલબેન વિશાલભાઇ બરાસરા (ઉ.વ.૨૮) રહે.મોરબી આલાપ રોડ રામકો બંગ્લોઝ ૧૦૩, જયશ્રીબા યુવરાજસિંહ ઝાલા (ઉ.વ.૪૦) રહે.મોરબી વજેપર શેરીનં.૧, મીનાબા ધનશ્યામસિંહ વાઘેલા (ઉ.વ.૫૪) રહે.મોરબી સામાકાંઠે અરૂણોદયનગર જૈન દેરાસરની પાછળ, સંગીતાબેન કરશનભાઇ ઠકરાર (ઉ.વ.૫૦) રહે.વાઘરવા દરીયાલાલ મંદીર પાછળ તા.માળીયા(મી), ક્રિમાબેન પ્રભુભાઇ સોલંકી (ઉ.વ.૪૫) રહે. વાવડીરોડ સોમૈયા સોસાયટી ની પાછળ નવલખીરોડ રેલ્વે સ્ટેશનની સામે મોરબીવાળાને રોકડ રકમ રૂપિયા ૩૪,૩૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.