મોરબીના ચકચારી વજેપર સર્વે નં ૬૦૨ મા કલેક્ટર કે બી ઝવેરીની ભૂમિકા શંકાસ્પદ?, જીલ્લામાં ભ્રષ્ટ અને અય્યાસ અધિકારીનો અજગર ભરડો!
મોરબી જિલ્લો જાણે ભ્રષ્ટાચાર નું હબ બની ગયો હોય તેમ તંત્રી થી લઈ ને સંત્રી સુધી માલ બનાવવાના મોહ માં ગાળા ડુબ છે હાલ તંત્ર અમુક વચેટિયાઓ ચલાવી રહ્યા છે કયું કામ કરવું એ નક્કી એક ગેંગ કરી રહી છે,
ચકચારી વજેપર કાંડ ની તપાસ માટે ગાંધીનગર થી વિજિલન્સ ની ટીમ જિલ્લા માં આવી છે જેની જાણ થતા જ અમુક અધિકારી ફોન બાંધી કરી રફુચક્કર થઈ ગયા હોવાની માહિતી સૂત્રો દ્વારા વહેતી થઈ છે
વજેપર બોગસ વારસાઈ બાદ ચક્રવાત ની ટીમ દ્વારા તાપસ ની માંગ કરાઈ હતી જેમાં કલેક્ટર દ્વારા સુશીલ પરમાર નો ખુલાસો માંગ્યો હતો જેનો મતલબ એ થઈ કે ચોર ને પૂછવાનું કે તે ચોરી કરી,
પરંતુ ચક્રવાત દ્વારા આ બાબતે વારંવાર અહેવાલ પ્રસારિત કરતા પ્રાંત અધિકારી સુશીલ પરમાર ની તપાસ જિલ્લા ના ગ્રામ વિકાસ એજન્સી ના નવલદાન ગઢવી ને અપાઈ હતી જેને સ્પષ્ટ અહેવાલ આપ્યો કે ગેરરીતિ થઈ છે.
ભ્રષ્ટ પ્રાંત અધિકારી સુશીલ પરમાર વિરુદ્ધ આટલી ફરિયાદો અને અહેવાલ છતાં હાલ તે જમીનોના કેસો અને બોગસ ખેડૂતો બનવાની ફેક્ટરી ચલાવે છે જે બાબતે મોરબી કલેક્ટર પણ શંકાના દાયરા માં છે.
કલેક્ટરે પ્રાંત અધિકારી સુશીલ પરમાર વિરુદ્ધ સરકાર માં અહેવાલ મોકલાયો હતો તે પણ ગંભીર ભૂલો સાથે પાસો આવ્યો તો છું ફરી રિપોર્ટ મોકલ્યો છે કે પસી સુશીલ પરમાર ઉપર પણ કલેક્ટર પોતાનો પર્સનલ ટેક્સ લગાવે છે.
ગઈ કાલે ગાંધીનગર થી આવેલી વિજિલન્સ ટીમ દ્વારા આ બાબતે પુસ્પરછ કરી કે વજેપરના ખેડૂતોએ વારસાઈ રદ કરવા સપ્ટેમ્બર માં અરજી કરી જેનો નિર્યણ ફેબ્રુઆરી માં આપી કલેક્ટર દ્વારા સુશીલ પરમાર ને બચાવી લેવાની કોશિસ કરી છે.
આખું મોરબી જાણે છે કે સુશીલ પરમાર ની કામગીરી શું છે તો પણ હાલ તે જમીન ના કેસો ચલાવી રહ્યાં છે તેમાં જવાબદાર કોણ કલેક્ટર કે પછી સરકાર..?જો સરકાર જ ભ્રષ્ટાચાર ને પોષી રહ્યું હોય તો બીજી વાતો કરવી નકામી છે.
વિજિલન્સ ટીમ હાલ મોરબી મા કઈક શોધ કરી રહી છે તેવી સૂત્રો પાસે થી જાણકારી મળી રહી છે
પરંતુ વિજિલન્સ ને કઈ મળે કે ન મળે ચક્રવાત ઓર્ગેનાઈઝ ભ્રષ્ટાચાર ને ખુલો પડશે … (ક્રમશ)