મોરબીના ચામુંનડાનગર સોસાયટી વિસ્તારમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઝડપાયા
મોરબી: મોરબીના સો ઓરડી વિસ્તાર ચામુંડાનગર સોસાયટી વિસ્તાર ચામુંડા મંદિર સામેની શેરીમાં આરોપીના રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઇસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીના સો ઓરડી વિસ્તાર ચામુંડાનગર સોસાયટી વિસ્તાર ચામુંડા મંદિર સામેની શેરીમાં આરોપી સુધીરભાઈ ડાયાભાઇ સોલંકી ના રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઇસમોને સુધીરભાઇ ડાયાભાઇ સોલંકી, દેવજીભાઇ મોતીભાઇ મકવાણા, પંકજભાઇ ઉર્ફે પિન્ટુભાઇ બાલુભાઇ સોલંકી, પ્રવિણભાઇ ટપુભાઇ પરમાર રહે. બધા ચામુંડાનગર સોસાયટી સો-ઓરડી વિસ્તાર મોરબી-૨વાળાને રોકડ રકમ રૂ.૨૨,૯૫૦ નાં મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.