મોરબીના દલવાડી સર્કલ પાસે ખોદેલ ખાડાઓ બુરી ગરટના પ્રશ્નનું નિવારણ લાવવા કમીશ્નરને રજુઆત
મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ માધાપરમાં આવેલ દલવાડી સર્કલ સર્કલની બાજુમાં આવેલ બીનખેતીની જગ્યામાં ગટર સરખી સફાઈ કરી શકાય તે માટે ખાડાઓ ખોદવામાં આવેલ જે હજુ સુધી બુરવામાં આવેલ નથી જેથી જાગૃત નાગરિક દુર્લભજીભાઈ લાલજીભાઈ પટેલ દ્વારા કમીશ્નરને લેખિત રજૂઆત કરી આ ખાડાઓ તાત્કાલિક બુરી ગરટના પ્રશ્નનું નિવારણ લાવવા રજુઆત કરી માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યું છે કે મોરબી મહાનગરપાલીકાની હદ વિસ્તારના માધાપરમાં આવેલ દલવાડી સર્કલની બાજુમાં આવેલ બિનખેતીની જગ્યામાં અરજદાર દ્વારા નગરપાલીકાની મંજુરી સાથે “ઈડન આર્કેડ” નામથી આ જમીનમાં ગ્રાઉન્ડ ફલોર, ફર્સ્ટ ફલોર તથા સેકન્ડ ફલોર તથા થર્ડ ફલોર ઉપર દુકાનો બનાવવામાં આવેલ છે. તે સંકુલની બાજુની ખુલ્લી મુકેલ જગ્યામાંથી ગટરની લાઈન નીકડે છે અને અમો બીનખેતીની જગ્યા પાછળ આવેલ બીનખેતીની જગ્યામાં કેટલાક મકાનો આવેલ છે. તે ગટરમાં સોસાયટીના મકાનોનું ખરાબ પાણીનુ નિકાલ કરવામાં આવે છે. પરંતુ ઘણા સમયથી તે ગટરની લાઈન બ્લોક થઈ ગયેલ છે. જેની મહાનગરપાલીકામાં રજુઆત કરવાથી કહેલ કે તે ગટરની પાઈપ નીકળે ત્યા ખોદી નાખો જેથી ગટરની પાઈપ સરખી રીતે સાફ કરી સકીએ.
જેથી જયાથી ગટરની લાઈન નીકળે તે જગ્યામાં ખોદી નાખવામાં આવેલ. પરંતુ ત્યારબાદ મહાનગરપાલીકા દ્વારા કોઈપણ પગલા લેવામાં આવેલ નથી. રહિશો દ્વારા ત્યારબાદ અનેક વખત મહાનગરપાલીકામાં રજુઆત કરવા છતા પણ કોઈ કાર્ય કરવામાં આવેલ નથી. હાલ આ ગટરની જગ્યા ઉપર કરવામાં આવેલ ખાડાઓ ખુલ્લા છે જેથી તેમાં કોઈ નાના બાળકો કે અન્ય કોઈપણ વ્યકિત તે ખાડામાં પડી જવાથી જાન હાની થવાનો ભય રહે છે. જો તે ખુલ્લા ખાડામાં કોઈપણ વ્યકિત પડીને તેને કોઈપણ પ્રકાર હાની થાય તો તે રહિશોની કોઈપણ જવાબદારી રહેશે નહીં. જેથી આ જગ્યામાં આવેલી ગટરના પશ્નનો નીરાકરણ તાત્કાલીક ધોરણે કરવા અને તે ખુલ્લા ખાડાઓ ગટરના પ્રશ્નનું યોગ્ય નિરાકરણ કરી તે ખાડા બુરી દેવા માંગ કરવામાં આવી છે.