મોરબી: મોરબીના દરબારગઢ સ્વામીનારાયણ મંદિરમાં તા.૧૭-૦૫-૨૦૨૪ થી ૨૩-૦૫-૨૦૨૪ સુધી દિવ્ય સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે.
મોરબીના દરબારગઢ સ્વામીનારાયણ મંદિરના ૧૫૦ વર્ષના સાર્ધ શતાબ્દી મહોત્સવના ઉપલક્ષ્યમાંમાં આગામી ૧૭-૫-૨૦૨૪ થી ૨૩-૦૫- ૨૦૨૪ના રોજ દિવ્ય સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે જેના અનુસંધાને આજે ભવ્ય વિજયસ્તંભ સ્થાપન કરવામાં આવ્યું છે તેમજ મોરબીના દરેક ભક્તિપ્રેમી લોકોને આ મહોત્સવમાં જોડાવા વિનંતી કરવામાં આવી છે. આ મહોત્સવનુ આયોજન એસ.પી.રોડ ઉપર કરવામાં આવેલ છે.
મોરબી જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ આયોજનબધ્ધ રીતે વૃક્ષારોપણ અને સામાજિક વનીકરણ થાય અને વૃક્ષોની જાળવણી થાય તે માટે જિલ્લાના ૧૬૦ જેટલા અધિકારીઓને વિવિધ ગામોની જવાબદારીઓ સોપવામાં જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી અને જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ દ્વારા સોંપવામાં આવી છે. આ વૃક્ષારોપણમાં વધુને વધુ જનભાગીદારી થાય તથા સધન ઝુંબેશ થાય તેવા...
ભુલકાઓના ચહેરા પણ આ ઉપહાર મેળવી તાજા ફુલોની જેમ ખીલી ઉઠ્યા.
કોઈ બાળકો જમીન પર બેસી પોતાના લેશન કરી રહ્યા હોય, વાંચી રહ્યા હોય અને શારીરિક માનસિક હતાશા અનુભવી રહ્યા હોય અને તેઓને એકાએક અન્ય સુખી સંપન્ન બાળકો જેવી લખવા વાંચવાની સુવિધા મળી જાય પછી તો ભલા પુછવું જ શું?
આવો...
માળીયા મીંયાણા તાલુકાના માણાબા ગામના પાદરમાં આવેલ તળાવમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ દાહોદ જિલ્લાના વતની અને હાલ માળિયા તાલુકાના વાધરવા ગામની સીમમાં આવેલ સિમ્પલો કારખાનામાં રહેતા બળવંતભાઈ કેશરાભાઇ બારીયા (ઉ.વ.૩૧) નામનો યુવક કોઈ અગમ્ય કારણોસર માણાબા ગામના તળાવમાં ન્હાવા જતા આકસ્મિક રીતે ડૂબી જતાં...