પર્યાવરણ પ્રેમીઓ દ્વારા પક્ષીઓને ખોરાક અને રેહઠાણ મળતું રહે અને પર્યાવરણ નું જતન થાય તે હેતુથી આજે રોજ ફ્લોરા રીવર સાઈડ ની બાજુમાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું
તેમાં 20 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું તેમાં દેશી કુળ ના અને ફળાઉ વૃક્ષો વાવવા મા આવીયા હતા તેમાં વડ,ઉંમરો પીપળો, લીમડો, જામફળ,સેતુર બદામ, જાંબુ, સીતાફળ વગેરે વૃક્ષો રોપણ કરવામાં આવ્યું હતું વૃક્ષો વાવો અને ઉછેરો પર્યાવરણ બચાવો અને વૃક્ષો કપાતા બચાવો. ફ્લોરા રિવર સાઈડની ટીમના કિશોરભાઈ વિરમગામા, સુભાસ ભાઈ, અમિત ભાઈ, મનોજ ભાઈની ટીમે વૃક્ષો ના સારસંભાળ ની જવાબદારી લીધી છે. જયારે પર્યાવરણ પ્રેમી વિપુલભાઈ અને સાગરભાઈ કડીવાર, તેમજ યંગીસ્તાન ગ્રુપના નિર્મલસિંહભાઈ, આર્જવભાઈ, કશ્યપભાઈ, તેજશ ભાઈ, હાર્દિક ભાઈ, નીરવ ભાઈ સહિતના સભ્યોએ મળી ને વૃક્ષરોપણ કર્યું હતું. સાથે જ વધુ લોકો વૃક્ષારોપણ અભિયાન ચલાવી ને વૃક્ષો ઉછેરે તેવી અપીલ કરી હતી.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...