મોરબીના સોઓરડીમાંથી બે તરુણીઓ થઈ ગુમ
મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ સોઓરડી વિસ્તારમાં રહેતી બે તરુણીઓ લાપતા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવમાં અપહરણની ફરિયાદ નોંધી મોરબી બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી બન્ને બાળકીઓની શોધખોળ શરૂ કરી છે.
સુત્રોના હવાલેથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલ સોઓરડી વિસ્તારમાં રહેતી સ્નેહા વિશાલભાઈ શિરોહિયા (ઉ.વ.૧૨) અને મહિમા પ્રતાપભાઈ મકવાણા (ઉ.વ.૧૫) નામની બે તરુણીઓ એકસાથે ગત તા.૩૧ના રોજ કોઈ કારણોસર લાપતા થઈ ગઈ હતી. બન્નેના પરિવારજનોએ શોધખોળ કરેલ છતાં પત્તો ન લાગતા અંતે બી ડિવિઝન પોલીસને લાપતા થઈ હોવાની જાણ કરાઈ હતી. પોલીસે આ બનાવની તપાસ હાથ ધરતા સામે આવ્યું હતું કે આ બન્ને તરુંણી બાજુબાજુમાં રહેતી હોવાથી બહેનપણી છે. તેમના પરિવારજનોના નિવેદનો લીધા છે. પણ તેમાં લાપતા થવાનું સ્પષ્ટ કારણ જાણવા મળ્યું ન હતું. હાલ આ મામલે પોલીસે સગીર બાળાઓ ગુમ થઈ હોઈ કાયદા મુજબ અપહરણની ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી અલગ અલગ દિશામાં શોધખોળ શરૂ કરેલ છે.