મોરબીના ગાળા ગામના પાટીયા નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
મોરબી તાલુકાના ગાળા ગામના પાટીયે બસ સ્ટેન્ડ પાસે મોરબી માળિયા (મીં) નેશનલ હાઇવે રોડ પરથી રૂપિયા ૬૯૦૫૦ નો મુદામાલ તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસને સંયુકતરાહે બાતમી મળેલ કે, મોરબી તાલુકાના ગાળા ગામના પાટીયે બસ સ્ટેન્ડ પાસે મોરબી થી માળીયા (મી) નેશનલ હાઇવે ઉપરથી એક ઇસમ ઇગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે જે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ જઈ રેઇડ કરી ઇંગ્લીશ દારૂ નાની મોટી કાચની કંપની શીલપેક બોટલ નંગ-૨૦ કિં.રૂ. ૩૦,૮૦૦/- તથા પ્લાસ્ટીકના ચપ્લા નંગ-૮૫ કિ.રૂ.૩૮.૨૫૦ એમ કુલ રૂ. ૬૯,૦૫૦નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી સાગરબાબુ ઓમસિંગ સિંગ (ઉ.વ.૨૫) રહે. જોધપુરવાળા વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળી તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ એ.પી.જાડેજા નાઓ ચલાવી રહેલ છે.