મોરબીના ગ્રીન ચોકમાં વૃદ્ધના ગળામાંથી બાઇક સવાર ગઠિયો ચેઈન ઝુંટવી ગયો
મોરબીમાં દિવસે ને દિવસે ક્રાઈમમા વધારો નોંધાય રહ્યો છે ત્યારે મોરબીના ગ્રીન ચોકમાં પારેખ શેરીમાં વૃદ્ધ મહિલાના ગળામાંથી બાઈક પર આવેલ ગાઠીયો રૂપિયા એક લાખ પાંચ હજારની કિંમતનો સોનાનો ચેઈન ઝુંટવી ગયાની ફરીયાદ સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના ગ્રીન ચોકમાં શીવા ડોક્ટરની પારેખ શેરીમાં રહેતા ભારતીબેન દિપકભાઇ પારેખ (ઉ.વ.૬૨) એ આરોપી મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૧૦-ઈ.એ.-૮૫૯૩ નો અજાણ્યો ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદીના ગળામાં પહેલ સોનાનો ચેઈન આશરે દોઢ તોલાનો જેની કિંમત રૂપિયા ૧૦૫૦૦૦ વાળો બળજબરી પૂર્વક ઝુંટવી પડાવી લઈ આરોપી નાસી ગયો હોવાની પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.