મોરબીના ઘુંટુ ગામ નજીક કારખાનામાં કનવેલ્ટ બેલ્ટમા આવી જતા યુવકનું મોત
મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં આવેલ આર્કો ગ્રેનાઈટ સીરામીક કારખાનાના પ્રેસ વિભાગમાં કનવેલ્ટ બેલ્ટમા આવી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ બિહાર રાજ્યનો વતની અને હાલ મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં આવેલ આર્કો ગ્રેનાઈટ સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અંકીતકુમાર નારણસિંહ ઉર્ફે નારણપ્રસાદ કુશવાહા (ઉ.વ.૨૦) નામનો યુવક આર્કો ગ્રેનાઈટ સીરામીકમાં પ્રેસ વિભાગમાં કનવેલ્ટ બેલ્ટમાં કચરો સાફ કરવા જતા હાથ ફસાઈ જતા માથા સુધી કનવેલ્ટ બેલ્ટમાં આવી જતા હાથાના ભાગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનું મોત નિપજ્યું હતું આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.